રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા
Live TV
-
નવી દિલ્લીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક અને સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પણ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ઉપરાંત અભિનેત્રી વૈજંયતી માલાને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ પશ્ચિમ બંગાળના સત્યવ્રત મુખર્જીને મરણોપરાંત પદ્મભૂષણનું સન્માન તેમના સામાજિક કાર્યોના પ્રદાન માટે આપવામાં આવ્યુ છે. શાસ્ત્રીય ગાયક સોમ દત્ત બટ્ટૂને પણ કળાના ક્ષેત્રમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીને પણ પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરાયા છે.
મહત્વનું છે કે ગત 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામા આવી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
