રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાજસ્થાનના પ્રવાસે, સેના અને લખપતિ દીદી કાર્યક્રમમાં આપી હાજરી
Live TV
-
રાષ્ટ્રપતિએ સૈન્યના લાઈવ ફાયરિંગ અભ્યાસનું નિરીક્ષણ કર્યું અને સૈન્યાના સ્વદેશી ટેન્ક અર્જુન પર સવારી પણ કરી હતી.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે રાજસ્થાનના પોખરણ ખાતે સેનાના Field Firing Range કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. રાષ્ટ્રપતિએ સૈન્યના લાઈવ ફાયરિંગ અભ્યાસનું નિરીક્ષણ કર્યું અને સૈન્યાના સ્વદેશી ટેન્ક અર્જુન પર સવારી પણ કરી. તેમણે સૈન્યના જવાનો સાથે સંવાદ કર્યો અને તેમનો જુસ્સો વધાર્યો .
ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જેસલમેરમાં મહિલા સહકાર સમૂહના લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારતને વિકસિત દેશ બનાવવા માટે આપણું આત્મનિર્ભર થવું જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મહિલા સ્વય સહાય જૂથોની સફળતાથી મને ખુબ ખુશી છે. દેશને આગળ વધારવા મહિલાઓનું યોગદાન મહત્વનું છે.