રેલવેની મુસાફરીની આવકમાં 73 ટકાનો વધારો થયો:રેલ્વે મંત્રાલય
Live TV
-
રેલવેની મુસાફરીની આવકમાં 73 ટકાનો વધારો થયો છે. એપ્રિલથી જાન્યુઆરી 2023 સુધીમાં મુસાફરી હેઠળ કુલ કમાણી 54 હજાર 733 કરોડ રૂપિયા છે જે ગયા વર્ષે આશરે 31 હજાર કરોડ રૂપિયા હતી. રેલ્વે મંત્રાલયે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન મુસાફરોની કુલ અંદાજિત સંખ્યા 65 કરોડ 90 લાખ હતી જે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન 61 કરોડ 81 લાખ હતી. મંત્રાલયે જણાવ્યું કે, રીઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી મળેલી આવક ગયા વર્ષના બે હજાર 555 કરોડ રૂપિયાની સરખામણીએ 11 હજાર 788 કરોડ રૂપિયાથી વધુ છે, જે 361 ટકાનો વધારો દર્શાવે છે.
