રેલવે વિભાગ દ્વારા ઓખા - બિકાનેર વચ્ચે વિન્ટર સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો
Live TV
-
મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગ દ્વારા ઓખા - બિકાનેર વચ્ચે વિન્ટર સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન ઓખાથી 11 જાન્યુઆરી 2023 અને 18 જાન્યુઆરી 2023ના રોજ સાંજે સાડા છ કલાકે ઉપડશે.
આ જ રીતે બિકાનેર - ઓખા સ્પેશ્યલ ટ્રેન તા. 10 જાન્યુઆરી અને 17 જાન્યુઆરીનાં રોજ બપોરે 3. 50 મિનિટે બિકાનેરથી ઉપડશે.
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ભીલડી, રાણીવાડા, મારવાડા, ભીનમાલ, મોડરણ, જાલોર, મોકલસર, સમદરી, લુણી, જોધપુર, મેર્તા રોડ, નાગૌર અને નોખા સ્ટેશન પર ઉભી રહેશે. ઓખા-બિકાનેર ટ્રેનની ટિકિટનું બુકિંગ આજથી તમામ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.
