લદ્દાખને દેશના અન્ય ભાગો સાથે જોડતો લેહ-મનાલી નેશનલ હાઇવે ખોલવામાં આવ્યો
Live TV
-
હિમવર્ષાના કારણે શિયાળાના પાંચ મહિનાથી વધુ સમય સુધી લદ્દાખ મુખ્ય ભૂમિથી કપાઇ જાય છે.
લદ્દાખને દેશના અન્ય ભાગો સાથે જોડતો 490 કિલોમીટર લાંબો લેહ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ આજે ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવશે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) એ હાઇવે પરથી બરફ સાફ કરી દીધો છે. શિયાળા દરમ્યાન આ હાઇવે બંધ કરવામાં આવે છે, જો કે, કોવિડ -19 પ્રતિબંધ હોવા છતાં પાછલા વર્ષની તુલનામાં એક મહિના અગાઉ ટ્રાફિક માટે ખોલવામાં આવી રહ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના પ્રોજેક્ટ હિમાંક અને પ્રોજેક્ટ દીપકે બરફ ક્લિયરિંગ ટીમો માટે ખૂબ જ પડકારજનક ગણાતા 16 હજાર ફીટથી વધુ બરાલાચા પાસ અને લગભગ સાડા 17 હજાર ફીટ તંગલાંગ લા પાસમાંથી બરફ સાફ કર્યો છે. તમામ અવરોધો, ખાસ કરીને પવન અને હિમપ્રપાતનો વ્ચ્ચે પણ બીઆરઓએ આ ક્ષેત્રોમાં બરફના જથ્થાને સાફ કર્યો છે. શ્રીનગરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સોનમર્ગ અને કારગિલ વચ્ચે જોજી લા ખાતેના 11,570-ફૂટ ઉંચા અને મનાલી-લેહ રસ્તાઓ બંધ રહેવાને કારણે શ્રીનગરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ - હિમવર્ષાના કારણે શિયાળાના પાંચ મહિનાથી વધુ સમય સુધી લદ્દાખ મુખ્ય ભૂમિથી કપાઇ જાય છે. મનાલી-લેહ રસ્તો ખુલવાથી આ ક્ષેત્રમાં નાગરિક જનતાને લાભ થાય છે, કારણ કે આ હાઇવે દ્વારા ખાવાયોગ્ય લોકોની ફેરી સહિતના જરૂરી પુરવઠો મળી રહેશે.
