લોકસભા ચૂંટણી 2024: ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન નોંધાયું
Live TV
-
13 મેના રોજ ભારતીય ચૂંટણી પંચે (ECI) દેશમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણી-2024ના ચોથા તબક્કામાં 96 સંસદીય મતવિસ્તારો માટે 69.16 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે શુક્રવારે આ જાણકારી આપી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ચોથા તબક્કાના મતદાનમાં પુરૂષોનું 69.58 ટકા મતદાન, સ્ત્રીઓનું 68.73 ટકા મતદાન,
થર્ડ જેન્ડરનું 34.23 ટકા મતદાન નોંધાયું હતું. એકંદરે મતદાનની ટકાવારી 69.16 ટકા છે.પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવે અને કુલ મત ગણતરીમાં ઉમેરવામાં આવે પછી જ અંતિમ મત ઉપલબ્ધ થશે. પોસ્ટલ બેલેટ્સમાં સેવા મતદારો, ગેરહાજર મતદારો (85+, વિકલાંગ, આવશ્યક સેવાઓ વગેરે) અને ચૂંટણી ફરજ પરના મતદારોને આપવામાં આવેલા પોસ્ટલ બેલેટનો સમાવેશ થાય છે. પ્રાપ્ત થયેલા આવા પોસ્ટલ બેલેટનો દૈનિક હિસાબ તમામ ઉમેદવારોને કાયદાકીય જોગવાઈઓ મુજબ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે 20 મેના રોજ 49 સંસદીય સીટો માટે પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
