લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે કુલ 59.71 ટકા મતદાન થયું
Live TV
-
18મી લોકસભા માટે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે કુલ 59.71 ટકા મતદાન થયું હતું. જેમાં પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટના વચ્ચે 3 બેઠક માટે સૌથી વધુ 77.51 ટકા મતદાન નોંધાયું હતું. તો ત્રિપુરામાં માત્ર એક બેઠક માટે 76. 10 ટકા જેટલું જંગી મતદાન નોંધાયું હતું. તો બિહારમાં સૌથી ઓછું 46. 32 ટકા મતદાન જ થયું હતું.
જ્યારે જમ્મુ -કાશ્મીરમાં 65. 08 ટકા, ઉત્તરાખંડમાં 53. 56 ટકા, મધ્યપ્રદેશની 6 બેઠકો માટે 63.91 ટકા, ઉત્તરપ્રદેશની 8 બેઠકો માટે 57. 54 ટકા, તો રાજસ્થાનની 12 બેઠકો માટે 50.27 ટકા મતદાન નોંધાયું છે. તો છત્તીસગઢમાં 63.41 ટકા, મહારાષ્ટ્રમાં 54.58, મધ્ય પ્રદેશમાં 63.25 ટકા, મેઘાલયમાં 69. 91 ટકા મતદાન નોંધાયું હતું તો આસામમાં 70.77 ટકા જેટલું જંગી મતદાન થયું હતું.