Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી 2024: 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન શરૂ

Live TV

X
  • લોકસભા ચૂંટણી 2024ના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. જેમાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે.

    ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13,પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને ચંદીગઢ લોકસભા બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે.  આ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત 904 ઉમેદવારો મેદાનમાં છે. પ્રધાનમંત્રી મોદીના પ્રચારના અંતિમ તબક્કામાં કંગના રનૌત, રવિ કિશન, અનુરાગ ઠાકુર, અભિષેક બેનર્જી, અફઝલ અંસારી, મનીષ તિવારી, રવિશંકર પ્રસાદ સહિત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. દિગ્ગજ નેતાઓ સહિત નાગરિકો  ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા જે.પી.નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં મતદાન કર્યું હતું.. 19 એપ્રિલે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 1 જૂનના રોજ સાતમા તબક્કાની પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થશે. અત્યાર સુધીમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 486 બેઠકો પર મતદાન થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply