Skip to main content
Settings Settings for Dark

વંદે ભારત અંતર્ગત દમણથી 27 લોકોનું જૂથ લંડન જવા રવાના

Live TV

X
  • દેશભરમાં લૉકડાઉનને કારણે લાખો લોકો ક્યાંક ક્યાંક ફસાયા છે, કેટલાક પોતાના દેશમાં અથવા તો કેટલાક વિદેશમાં. આવી સ્થિતિમાં દેશના માનનીય વડાપ્રધાનના પ્રયત્નો હેઠળ, વંદે ભારત મિશન અંતર્ગત અને દમણ વહીવટીતંત્રના સહયોગથી દમણમાં ફસાયેલા 27 લોકોનું એક જુથ કાચીગામ ચેક પોસ્ટથી લંડન રવાના થયું હતું. આ જૂથમાં મોટાભાગના લોકો લગ્ન અને અન્ય બાબતો માટે ભારત આવ્યા હતા અને લૉકડાઉનને કારણે તેઓ પરત જઇ શક્યા નહોતા. આ લોકોને દૂરદર્શનના પ્રતિનિધિને જણાવ્યું હતું દમણના વહીવટીતંત્રે તેમને તમામ પ્રકારનો સહયોગ અને માર્ગદર્શન આપ્યું અને વિદેશ જવા માટે મદદ કરી છે. કચીગામ ચેકપોસ્ટથી બસમાં બેસાડી રવાના કરાય હતા. હવે તેઓ એર ઇન્ડિયાની ફ્લાઈટથી લંડન પહોંચશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply