Skip to main content
Settings Settings for Dark

વંદે ભારત મિશનના બીજા તબક્કામાં દુબઈ અને ઢાકામાં ફસાયેલા ભારતીયોને પરત લવાયા

Live TV

X
  • વંદે ભારત મિશન અંતર્ગત એર ઇન્ડિયાના વિશેષ વિમાન દ્વારા 169 ભારતીયોને ઢાકાથી કોલકાતા લાવવામાં આવ્યા.

    વંદે ભારત મિશનના બીજા તબક્કામાં દુબઈ અને ઢાકાથી ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. દુબઈથી એક ખાસ ફ્લાઇટ દ્વારા આજે સવારે ચેન્નાઈ એરપોર્ટ પર ફસાયેલા 178 લોકોને લાવવામાં આવ્યા. તેમના COVID-19 પરીક્ષણના નમૂનાઓ  લેવામાં આવ્યા હતા અને ફરજિયાત 14-દિવસની ક્વોરેન્ટાઇન માટે શહેર નજીક તાંબરમ સ્થિત ભારતીય વાયુસેનાની સુવિધામાં મોકલવામાં આવ્યા હતા. આ મુસાફરો દેશના જુદા જુદા ભાગોના છે, જેઓ ક્વોરેન્ટાઇન સમયગાળા પછી પાછા તેમના વતન રાજ્યોમાં મોકલવામાં આવશે. આવતીકાલે આવી બીજી ફ્લાઈટ આવવાની ધારણા છે.

    સોમવારે વંદે ભારત મિશન અંતર્ગત એર ઇન્ડિયાના વિશેષ વિમાન દ્વારા 169 ભારતીયોને ઢાકાથી કોલકાતા લાવવામાં આવ્યા. પશ્ચિમ બંગાળના લોકો મોટી સંખ્યામાં બાંગ્લાદેશમાં વસી રહ્યા છે. તેથી ઢાકામાં ભારતીય ઉચ્ચ આયોગ દ્વારા ખાસ એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા કે જે લોકોને કોઈ મજબૂરીના કારણે ઘરે પરત આવવા માંગતા હોય તેઓને ઓળખવામાં આવે અને ત્યારબાદ અગ્રતાના ધોરણે તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે. 

    ભારતના હાઈકમિશનના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટમાં મુસાફરોમાં 73 વિદ્યાર્થીઓ, 16 વૃદ્ધ ,  45 ફસાયેલા પ્રવાસીઓ, તબીબી કટોકટીના 16 કેસ અને એક સગર્ભા મહિલાનો સમાવેશ થાય છે. આ  મુસાફરો બાંગ્લાદેશના 18 જિલ્લામાં અટવાયેલા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply