Skip to main content
Settings Settings for Dark

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં ભવ્ય રોડ શો કરશે, 6 કિમી લાંબો રોડ શો રહેશે

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 4 વાગે વારાણસીના બાબતપુર એરપોર્ટ પહોંચશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વારાણસીના BHU સિંહદ્વારથી વિશ્વનાથ ધામ સુધી રોડ શો કરશે. 6 કિમી લાંબા આ રોડ શોમાં મિની ઈન્ડિયાની તસવીર જોવા મળશે. રોડ શોને ભવ્ય બનાવવા માટે ભાજપ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.

    બિહાર અને ઝારખંડની ચૂંટણી રેલીઓને સંબોધિત કર્યા બાદ આજે વડાપ્રધાન મોદી લગભગ 4 વાગે વારાણસીના બાબતપુર એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ આર્મી હેલિકોપ્ટર દ્વારા BHU હેલિપેડ પહોંચશે. તેઓ ખુલ્લા વાહનમાં લંકાના સિંહદ્વાર પહોંચશે જ્યાં મહામના પંડિત મદન મોહન માલવીયની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શોની શરૂઆત કરશે. વિશ્વનાથ ધામ સુધી લગભગ છ કિલોમીટરનું અંતર કાપવામાં રોડ શોને 4 કલાક જેટલો સમય લાગી શકે છે.

    આ રોડ શોને યાદગાર બનાવવા સમગ્ર રૂટને હજારો કિલો ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે એટલું જ નહીં સમગ્ર રૂટમાં રોડ શોમાં ફૂલોની વર્ષા પણ કરવામાં આવશે. રોડ શોમાં પાંચ હજાર મહિલાઓ ભાગ લેશે જેઓ એકસાથે ચાલશે. રોડ શોના રસ્તામાં શંખ, ડમરુ અને મંત્રોચ્ચાર સાથે આયોજન કરવામાં આવ્યું છે.    

    વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ મોદી બંધ વાહનમાં બરેકા ગેસ્ટ હાઉસ જવા રવાના થશે. જ્યાં તેઓ રાત્રિ આરામ કરશે. બીજા દિવસે એટલે કે 14 મેના રોજ નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply