વાઘા અટારી બોર્ડર પણ 74 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
Live TV
-
વાઘા અટારી બોર્ડર પણ 74 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જવાનોએ પરેડ દરમિયાન દેશ ભકિત અને જોશનું પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં દેશવાસીઓ પણ આ પરેડને જોવા માટે પહોંચ્યા હતા. પાકિસ્તાન તરફનાં સરહદનાં ભાગને વાઘા કહેવાય છે જ્યારે ભારત તરફની સીમાને અટારી સીમા કહેવાય છે. વાઘા અટારી બોર્ડરની આ પરેડ પ્રવાસન જગતમાં પણ આગવુ સ્થાન ધરાવે છે, કેમ કે આ એક એવી સરહદ છે જ્યાં ભારત અને પાકિસ્તાનની સેના એકદમ નજીક રહી પોતાના દેશની સીમાઓની રક્ષા કરે છે. બંને દેશ વચ્ચે માત્ર બે દરવાજાનું જ અંતર છે. ખાસ કરીને પરેડ વખતે બંને દેશનાં નાગરિક પોત પોતાની સેનાનો ઉત્સાહ વધારવા અહીં પહોંચતા હોય છે. ભારત માતા કી જય અને જય હિંદનાં નારાથી વાઘા બોર્ડરનું વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.
