Skip to main content
Settings Settings for Dark

વારાણસી લોકસભા સીટ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીત મેળવી

Live TV

X
  • પીએમ મોદી 1 લાખ 52 હજાર 513 મતથી જીત્યા.પીએમ મોદીએ કોંગ્રેસ ઉમેદવાર અજય રાયને આપી હાર

    વારાણસી લોકસભા સીટ માટે મંગળવારે સવારે 8 વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે

    2014ની ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા?

    ઉલ્લેખનીય છે કે 2014ની ચૂંટણીમાં તત્કાલિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાજપના ઉમેદવારને કુલ 5,81,022 વોટ મળ્યા હતા અને બીજા ક્રમે રહેલા AAPના અરવિંદ કેજરીવાલને 2,09,238 વોટ મળ્યા હતા. ચૂંટણીમાં કોંગ્રેસના અજય રાયને 75,614 વોટ, બીએસપીના સીએ વિજય પ્રકાશને 60,579 વોટ અને સપાના કૈલાશ ચૌરસિયાને 45,291 વોટ મળ્યા હતા.

    2019ની લોકસભા ચૂંટણીમાં શું સ્થિતિ હતી?

    2019ની લોકસભા ચૂંટણીમાં કાશીના મતદારોએ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જંગી બહુમતી આપી હતી. તેમને કુલ 6,74,664 મત મળ્યા. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શાલિની યાદવ બીજા ક્રમે છે. શાલિની યાદવને 1,95,159 વોટ મળ્યા. શાલિની યાદવ હવે ભાજપમાં જોડાઈ ગઈ છે. 2019 માં, અજય રાય સતત ત્રીજી વખત ત્રીજા સ્થાને રહ્યા અને તેમને 1,52,548 મત મળ્યા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી વખત 4,79,505 મતોની સરસાઈથી મોટી જીત મેળવી હતી. ત્યારે પણ વારાણસીમાં લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાન થયું હતું.  પ્રધાનમંત્રી મોદીને 56.37 ટકા મત મળ્યા હતા. પુલવામા હુમલા બાદ બાલાકોટ એર સ્ટ્રાઈકને કારણે ભાજપની વધેલી લોકપ્રિયતાનો આમાં મોટો ફાળો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply