વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવા પર પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી
Live TV
-
આ સિદ્ધિની પ્રશંસા કરતા PM મોદીએ કહ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ તમામ નાગરિકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાલ દેશભરમાં ચાલી રહી છે. આ સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવાનો આંકડો પાર થયો છે જેને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવા પર ખુશી વ્યક્ત કરી છે.આ સિદ્ધિની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ તમામ નાગરિકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, "ખૂબ જ પ્રોત્સાહક સિદ્ધિ! વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અમારી યોજનાઓનો લાભ દેશભરના મારા તમામ ગરીબ ભાઈ-બહેનો સુધી પહોંચે."