વિષ્ણુ સદાશિવ કોકજે બન્યા વીએચપી અધ્યક્ષ, તોગડિયા જૂથની હાર
Live TV
-
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ 52 વર્ષમાં પહેલી વખત પોતાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરાવી.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ 52 વર્ષમાં પહેલી વખત પોતાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરાવી. આ પદ માટે બે ઉમેદવારો મેદાનમાં હતા અને પરિષદના સભ્યોમાં કોઇ એકના નામ પર સહમતિ બની નથી, ત્યારબાદ ચૂંટણી કરવનો નિર્ણય કરાયો હતો.
તોગડિયાએ રાઘવ રેડ્ડીનું સમર્થન કર્યું હતું જે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પોતાની સતત ત્રીજી ઇનિંગ્સ માટે ચૂંટણીમાં ઉભા હતા. તેમની સામે હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર અને એમપી હાઇકોર્ટના પૂર્વ જજ વિષ્ણુ સદાશિવ કોકજે મેદાનમાં ઉભા હતા.
વીએચપીમાં આંતરરાષ્ટ્રીય આધ્યક્ષને પરિષદના સભ્ય મતદાનની પ્રક્રિયાથી પસંદ કરે છે જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની પસંદગી ચૂંટાયેલ પ્રમુખ કરે છે. રેડ્ડીએ બંને વખત તોગડિયાને પસંદ કર્યા હતા.
ગયા વર્ષે ડિસેમ્બરમાં ભુવનેશ્વરમાં યોજાયેલ બેઠકમાં જ્યારે આરએસએસના એક ગ્રૂપે કોકજેનું નામ આપ્યું તો તોગડિયાએ તેનો વિરોધ કર્યો હતો.
આની પહેલાં તોગડિયાએ કોકજેના ઉમેદવાર પર આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે રેડ્ડીનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે રેડ્ડી યુવા છે હિન્દુત્વ માટે સમર્પિત છે અને તેમણે અશોક સિંઘલે પસંદ કર્યા છે. જો કોકજે પસંદ કરાયા છે તો એ નક્કી છે કે હું કેબિનેટમાં રહેશે નહીં.
તેમણે આગળ કહ્યું હતું આ ચોંકાવનારા છે કે જે વ્યક્તિ એક સંવૈધાનિક પદ પર રહી ચૂકયા છે તે એક સામાજિક-ધાર્મિક સંગઠનની ચૂંટણીમાં ઉભા રહ્યાં છે. તેઓ 20 વર્ષ પહેલાં પદ પરથી રિટાયર થયા છે અને તેમને હિન્દુત્વા માટે કયારેય કંઇ કર્યું નથી. પછી વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ચૂંટણી લડી રહ્યાં છે.