વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં નોંધાયો વધારો - હવામાન વિભાગ
Live TV
-
હવામાન વિભાગે આવતીકાલથી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ફરી ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ભારતના ગંગાના મેદાનો પર વધુ ભેજ અને હળવા પવનો ચાલુ રહેવાને કારણે બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહી શકે છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલય અને ત્રિપુરાના ભાગોમાં પણ ગાઢ ધુમ્મસની શક્યતા છે. ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં 24થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે.
આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો અને મધ્ય ભારતના આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના નથી. હવામાન વિભાગે કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં વધારો થયો છે.
