શંકાસ્પદ ગતિવિધિઓને લઈને પોલીસે, શ્રીનગર અને સોપોરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું
Live TV
-
પ્રતિબંધિત સંગઠનોના શંકાસ્પદ સભ્યોના સંબંધમાં અને પોલીસ સ્ટેશન રાજબાગ શ્રીનગર, પોલીસ સ્ટેશન સદર અને પોલીસ સ્ટેશન શહીદ ગંજમાં, નોંધાયેલી એફઆઈઆર હેઠળ અનેક સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ નોંધાયેલા કેસોની તપાસના ભાગ રૂપે શ્રીનગર પોલીસે, શ્રીનગર અને સોપોરમાં અનેક સ્થળોએ વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે,” આ કાર્યવાહી પ્રતિબંધિત સંગઠનો સાથે સંબંધિત હતી, જેમાં જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ કોન્ફરન્સ (ભાટ સમૂહ), જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ લીગ (મસરત આલમ જૂથ) અને જમ્મુ અને કાશ્મીર ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી (શબ્બીર શાહ સમૂહ)નો સમાવેશ થાય છે.” તેમણે કહ્યું કે,” આ પ્રતિબંધિત સંગઠનોના શંકાસ્પદ સભ્યોના
સંબંધમાં અને પોલીસ સ્ટેશન રાજબાગ શ્રીનગર, પોલીસ સ્ટેશન સદર અને પોલીસ સ્ટેશન શહીદ ગંજમાં, નોંધાયેલી એફઆઈઆર હેઠળ અનેક સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.”પોલીસે પ્રોફેસર અબ્દુલ ગની ભટના પુત્ર હબીબુલ્લાહ ભટના, સોપોરના ભટ મોહલ્લાહ બોટિંગુ ખાતેના નિવાસસ્થાન તેમજ વઝીર બાગ રાજબાગ ખાતેના, તેમના શ્રીનગર નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા.” આ જ ક્રમમાં, બીજી એફઆઈઆરના સંદર્ભમાં શબ્બીર અહેમદ શાહના નિવાસસ્થાને પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, શ્રીનગરમાં સાત સ્થળોએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં, સંડોવણીની શંકાના આધારે ઝૈંદર મોહલ્લા હબ્બા કદલ નિવાસી અબ્દુલ મજીદના પુત્ર મસરત આલમ ભટ, બટમાલૂ નિવાસી ગુલામ કાદિરના પુત્ર મુશ્તાક અહમદ ભટ (ઉર્ફે ગુગ્ગા), કુલીપોરા ખાન્યારના નિવાસી અબ્દુલ ગફ્ફરના પુત્ર મોહમ્મદ નઝીર ખાન, બોટા કદલ નિવાસી ગુલામ રસૂલના પુત્ર હકીમ અબ્દુલ રશીદ, લાલ બજાર અને મેથાન ચાનપોરા નિવાસી ગુલામ અહમદના પુત્ર જાવેદ અહમદ મુનશી (ઉર્ફે બિલપાપા) ના ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” શ્રીનગરમાં એનઆઈએ કાયદા હેઠળ નિયુક્ત વિશેષ ન્યાયાધીશ પાસેથી સર્ચ વોરંટ મળ્યા બાદ, આ કાર્યવાહી કરવામાં આવી હતી.” પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” કાનૂની પ્રક્રિયાઓ મુજબ, બધી શોધખોળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” તપાસનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી અને આતંકવાદી ઇકોસિસ્ટમના અવશેષોને દૂર કરવાનો છે, આવી પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરીને અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની
છે.”