Skip to main content
Settings Settings for Dark

શનિવારે ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત , ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા

    નવી દિલ્હીમાં શનિવારે ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત , ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજવામાં આવી હતી. જોકે, ભાજપે પશ્ચિમ બંગાળના 2 તબક્કાના મતદાનને ધ્યાનમાં રાખી, પહેલાથી જ 60 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

    પરંતુ હજી પણ આસામ, તમિલનાડુ, કેરળ , અને પુડડુચેરી સહિત પશ્ચિમ બંગાળની બાકીની બેઠક પરના ઉમેદવારોની યાદી પર આ બેઠકમાં મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી સમિતિએ પ્રધાનમંત્રીની હાજરીમાં સંબંધિત રાજ્યોના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. જ્યારે બાકીના ઉમેદવારોની આગામી યાદી આજે જાહેર થાય તેવી શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply