શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે માલદીવના રાષ્ટ્રપતિ મોઇઝૂ પહોંચ્યા દિલ્હી
Live TV
-
રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વિદેશી રાજ્યોના વડાઓ દિલ્હી પહોંચવાનું શરૂ કરી દીધું છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ રવિવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર પોસ્ટ કરીને માહિતી શેર કરી, "માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુનું શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સચિવ (પશ્ચિમ) પવન કપૂર તેમને રિસીવ કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભારત અને માલદીવ દરિયાઈ ભાગીદારો અને નજીકના પાડોશી છે.
જ્યારે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવાના પ્રસંગ માટે માલદીવના રાષ્ટ્રપતિને આમંત્રણ મળ્યું, ત્યારે તેમણે તેનો સ્વીકાર કર્યો. આને બંને દેશોના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવના અંતનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
આ પહેલા શનિવારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથ શપથ ગ્રહણ સમારોહ માટે નવી દિલ્હી પહોંચ્યા હતા.
