શપથ ગ્રહણ સમારોહ પહેલા દિલ્લીમાં સુરક્ષા વ્યવસ્થા કડક
Live TV
-
શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં કરાઈ કડક સુરક્ષા વ્યવસ્થા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 જૂને તેમની કેબિનેટ સાથે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજધાની દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે 9 અને 10 જૂન માટે રાજધાનીમાં નો-ફ્લાય ઝોન જાહેર કર્યો છે. શપથ ગ્રહણ સમારોહની સુરક્ષા માટે SPG, રાષ્ટ્રપતિ સુરક્ષા ગાર્ડ, ITBP, દિલ્હી પોલીસ, ગુપ્તચર વિભાગની ટીમો, અર્ધલશ્કરી દળો, NSG બ્લેક કેટ કમાન્ડો અને NDRFની ટીમો હાજર રહેશે.
આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રાષ્ટ્રપતિ ગૃહ સુરક્ષા, દિલ્હી પોલીસ, SPG, NSG, IB અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓની બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. બે દિવસોમાં પેરા ગ્લાઇડર, પેરા મોટર્સ , હેંગ ગ્લાઇડર્સ સહિત તમામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
