સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સીયોમ પૂલનું તેમજ સરહદ માર્ગ સંસ્થા – બીઆરઓ દ્વારા તૈયાર કરાયેલા સુવિધાઓના 27 પ્રોજેક્ટોનું ઉદઘાટન કર્યું
Live TV
-
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અરૂણાચલપ્રદેશમાં વ્યૂહાત્મક રીતે અગત્યના સીયોમ પૂલનું તેમજ સરહદ માર્ગ સંસ્થા – બીઆરઓ દ્વારા તૈયાર કરાયેલા માળખાકીય સુવિધાઓના 27 પ્રોજેક્ટોનું ઉદઘાટન કર્યું છે. સાત અબજ, 24 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ માળખાકીય સુવિધાના પ્રોજેક્ટથી અરૂણાચલપ્રદેશથી લદ્દાખ સુધીની ચીનની આંતરરાષ્ટ્રીય સરહદે પહેરો ભરતી ભારતીય સેનાને નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. અરૂણાચલપ્રદેશમાં તૈયાર થયેલ સીયોમ પૂલના લીધે સેનાના મોટા શસ્ત્રો અને તોપોની હેરફેર સરળતાથી અને ઝડપથી થઈ શકશે. બીઆરઓ સંસ્થાએ સરહદી વિસ્તારમાં 21 અન્ય પૂલ, 3 રસ્તાઓ અને 3 વધારાના માળખાકીય પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે.
