સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો બીજો દિવસ પણ હોબાળો
Live TV
-
PNB કૌભાંડ મામલે સંસદમાં હોબાળો, સરકારે જણાવ્યું કે, NPA અને બેન્કિંગ કૌભાંડો પર ચર્ચા કરવા માટે તૈયાર
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો બીજો દિવસ પણ હોબાળાના કારણે કોઈપણ કાર્યવાહી વગર ભેટ ચડી ગયો હતો. કોંગ્રેસ અને વિપક્ષી દળોએ અલગ-અલગ મુદ્દે સંસદની બહાર અને અંદર બંને જગ્યાએ ખૂબ હોબાળો કર્યો હતો. વિપક્ષી સભ્યોએ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ PNB કૌભાંડ મામલે હોબાળો મચાવ્યો હતો. સરકારે જણાવ્યું કે, NPA અને બેન્કિંગ કૌભાંડો પર ચર્ચા કરવા માટે તૈયાર છે. દરમ્યાન પૂર્વોત્તર વિધાનસભાઓમાં મળેલી જીત વચ્ચે ,મંગળવારે દિલ્હીમાં ભાજપની સંસદીય બેઠક મળી હતી. આ બેઠકમાં જીતનો ઉત્સાહ, જણાઈ આવ્યો હતો., પ્રધાનમંત્રી મોદી જેવા આ બેઠકમાં પહોંચ્યા કે સાંસદોએ "જીત હમારી જારી હૈ, અબ કર્ણાટક કી બારી હૈ"ના ,સૂત્રોચ્ચાર કરીને પ્રધાનમંત્રીનું ,ભવ્ય સ્વાગત કર્યું હતું.