Skip to main content
Settings Settings for Dark

સંસદમાં સવા ત્રણ લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપતા પૂરક માંગણી બીલને મંજૂરી

Live TV

X
  • સંસદમાં પૂરક માંગણીઓ અંગેના ખરડાને મંજુરી આપવામાં આવી છે. સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં સવા ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચવાની મંજૂરી આપતા અનુદાનની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી છે. રાજ્યસભાએ આજે ચર્ચા બાદ વિનિયોગ બિલ લોકસભાને પરત મોકલ્યું છે. ચર્ચાનો જવાબ આપતાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રને વેગ આપવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલાં વિવિધ પગલાં પર પ્રકાશ પાડતાં કહ્યું કે ફુગાવો ઘટીને 5.85% પર આવી ગયો છે અને જથ્થાબંધ ખાદ્ય ફુગાવો પણ ઘટીને 2.17% થયો છે. યુક્રેન-રશિયા સંઘર્ષ દ્વારા ઉર્જા, ખોરાક અને ખાતર પુરવઠા શ્રુંખલામાં ઊભા થયેલા પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનુદાનની વધારાની માંગણી કરવામાં આવી છે. 

    તેમણે કહ્યું કે બેંકોની કુલ બાકી વસુલાત 5.9%ની 6 વર્ષની નીચી સપાટીએ છે અને દેશમાં ખાનગી ક્ષેત્રનો મૂડી ખર્ચ પ્રોત્સાહન લક્ષી યોજના જેવી નીતિઓ દ્વારા પૂરક બની રહ્યો છે. MSME ને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ટેકો આપવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર તેમજ ખેડૂતોને આપવામાં આવતી સબસિડી સંપૂર્ણપણે ન્યાયી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply