સંસદમાં સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષનો હોબાળો:બંને ગૃહોની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત
Live TV
-
સંસદમાં અશોભનીય વ્યવહારને પગલે કોંગ્રેસના 9 સાંસદ સહિત 14 સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરાયાં.
સંસદમાં સુરક્ષામાં ચૂક મુદ્દે થયેલ વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે સત્રના નવમા દિવસે કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષી સાંસદોએ સંસદની સુરક્ષામાં ખામીઓને પગલે હોબાળો મચાવ્યો હતો. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કારણે દિવસ દરમિયાન ઘણી વખત ગૃહને સ્થગિત કરવું પડ્યું હતું.
સતત હંગામાના કારણે લોકસભાના વિરોધ પક્ષોના 14 અને રાજ્યસભાના એક સાંસદને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના 9 સાંસદ CPI (M) અને DMKના 2-2 અને CPIના 1 નેતાને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો રાજ્યસભામાં TMCના સાંસદ ડેરેક ઓ'બ્રાયન વેલમાં ધસી આવતા તેમને સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
લોકસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ હતુ કે; મામલાની તપાસ માટેના આદેશ આપી દેવાયા છે. સંસદની સુરક્ષા માટે સાંસદોની જવાબદારી છે કે તેઓ યોગ્ય તપાસ વિના સંસદની પ્રેક્ષક ગેલેરી માટે લોકોના પાસ ન બનાવે.