સમૃદ્ધ ભારત માટે તમારો દરેક મત મહત્વપૂર્ણ - નરેન્દ્ર મોદી
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના કંધમાલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, આ ચૂંટણી ઓડિશાના લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. ઓડિશા અને સમૃદ્ધ ભારતના વિકાસ માટે તમારો દરેક મત મહત્વપૂર્ણ છે. તમારો એક વોટ ભાજપ સરકારને સક્ષમ બનાવશે.
પ્રધાનમંત્રીએ રાજસ્થાનના પોખરણમાં 11 અને 13 મે 1998ના રોજ કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 26 વર્ષ પહેલા અટલ બિહારી વાજપેયીની સરકારે પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને ભારતની તાકાત બતાવી હતી.
પ્રધાનમંત્રીએ પણ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાનો પ્રયાસ કરે છે. 'સાવધાન રહો, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે' સંબંધિત મણિશંકરના નિવેદન પર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાનની હાલત એવી છે કે તેને કેવી રીતે રાખવું તે ખબર નથી અને તેઓ તેમના બોમ્બને વેચવા માટે ખરીદનારની શોધમાં છે, પરંતુ ત્યાં કોઈ નથી. તેમજ તેમને ખરીદવા માંગતા નથી, કારણ કે લોકો તેમની ગુણવત્તા વિશે જાણે છે.
પધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ચૂંટણી ઓડિશાના લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. ઓડિશા અને સમૃદ્ધ ભારતના વિકાસ માટે તમારો દરેક મત મહત્વપૂર્ણ છે. તમારો એક મત ભાજપ સરકારને સક્ષમ બનાવશે, તે ઓડિશામાં ડબલ એન્જિન સરકાર લાવશે.
ઉલ્લેખનીય છે કે, ઓડિશામાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે.
