Skip to main content
Settings Settings for Dark

સરકારે PM કિસાન મોબાઈલ એપ લોન્ચ કરી, સરળતાથી ઘરે બેઠા ઈ-KYC કરી શકશો

Live TV

X
  • “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજના 24મી ફેબ્રુઆરી, 2019ના રોજ જમીન ધરાવતા ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના મુજબ, પ્રત્યક્ષ લાભ ટ્રાન્સફર એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં દર ચાર મહિને ત્રણ સમાન હપ્તામાં રૂ. 6000/- પ્રતિ વર્ષનો નાણાકીય લાભ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના શરૂઆતમાં 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો (SMFs) માટે હતી, પરંતુ 01.06.2019થી અમલમાં આવતા તમામ જમીન ધરાવતા ખેડૂતોને આવરી લેવા માટે યોજનાનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો.

    ફેસ ઓથેન્ટિકેશન ફીચરથી સજ્જ એપ શું કામ કરશે?

    કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના અમલીકરણમાં રાજ્ય સરકારોએ તેમની ભૂમિકા ખૂબ જ ખંતથી નિભાવી છે. આના પરિણામે, KYC પછી, અમે લગભગ 8.5 કરોડ ખેડૂતોને યોજનાના હપ્તા આપવાની સ્થિતિમાં આવ્યા છીએ. આ પ્લેટફોર્મ જેટલું વધુ શુદ્ધ હશે તેટલું તે પીએમ-કિસાન માટે ઉપયોગી થશે અને જ્યારે પણ ખેડૂતોને કોઈ લાભ આપવો હશે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ રહેશે, જેના કારણે કોઈ સમસ્યા ઊભી થશે નહીં.

    e-KYC ઘરે બેઠા કરી શકાય છે

    આ એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરનો ઉપયોગ કરીને, ખેડૂત સરળતાથી e-KYC પૂર્ણ કરી શકે છે, OTP કે ફિંગરપ્રિન્ટ વગર ચહેરાને સ્કેન કરીને પણ ઘરે બેસીને e-KYC પૂર્ણ કરી શકે છે.  અને અન્ય 100 ખેડૂતોના પણ e-KYCમાં કરી શકે છે. e-KYC ફરજિયાત બનાવવાની જરૂરિયાતને ઘ્યાનમાં રાખીને ભારત સરકારે ખેડૂતોની  e-KYC કરવાની ક્ષમતા રાજ્ય સરકારોના અધિકારીઓ સુધી વિસ્તારી છે, જેથી દરેક અધિકારી 500 ખેડૂતો માટે  e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે.

    આ સુવિધાઓ પીએમ કિસાન એપમાં ઉપલબ્ધ હશે

    આ આ એપની નવી સુવિધા અને ટેક્નોલોજીથી કૃષિ ક્ષેત્રને ફાયદો થઈ રહ્યો છે. PM-કિસાન સન્માન નિધિ એ વિશ્વની સૌથી મોટી DBT યોજનાઓમાંની એક છે, જેમાં આધાર કાર્ડ સાથે જોડાયેલા ખેડૂતોને તેમના બેંક ખાતામાં વાર્ષિક 6000 રૂપિયાની રકમ ત્રણ હપ્તામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2.42 લાખ કરોડ રૂપિયા શિફ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 3 કરોડથી વધુ મહિલાઓ છે. પ્રથમ વખત એવું જોવા મળે છે કે 8.1 કરોડથી વધુ ખેડૂતોને PM કિસાનનો 13મો હપ્તો સીધો જ તેમના આધાર લિંક્ડ બેંક ખાતાઓમાં માત્ર આધાર સક્ષમ ચુકવણી દ્વારા સફળતાપૂર્વક ચૂકવવામાં આવ્યો હતો. 

    એપ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?

    પીએમ કિસાન મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર પર સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ ખેડૂતોને યોજના અને પીએમ કિસાન ખાતા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ માહિતી પણ આપશે. આમાં ખેડૂતો જમીનના બિયારણની સ્થિતિ, બેંક ખાતા સાથે આધાર લિંક કરવા અને ઇ-કેવાયસીની સ્થિતિ જાણી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply