સરદાર પટેલ રાષ્ટ્રીય યુનિટી એવોર્ડ, 2023 માટે ઓનલાઈન નોમિનેશન એન્ટ્રી માટેની છેલ્લી તા. 31 જુલાઈ, 2023 થઈ
Live TV
-
રાષ્ટ્રીય એકતાના અવસરે કે જે તારીખ 31 ઓક્ટોબર, 2023ના રોજ મનાવાય છે અને એ પ્રસંગે આયોજિત સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, 2023 માટે નામાંકન પત્ર મંગાવવામાં આવ્યા છે. આ નામાંકન પત્ર માત્ર ઓનલાઈન પોર્ટલ www.awards.gov.in દ્વારા જ પ્રાપ્ત કરવામાં આવશે.
એક યાદીમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે, કે આ પુરસ્કારોને લગતા નિયમો અને ઓનલાઈન ભલામણો કરવા માટે લેવામાં આવેલા પગલાઓ સંબંધિત વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.awaids.gov.in પર ઉપલબ્ધ છે.
સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર આ પુરસ્કાર શરૂ કર્યા છે. આ પુરસ્કાર ખાસ અને પ્રેરણાદાયક વ્યક્તિઓની ઓળખ પ્રદાન કરે છે, જેથી રાષ્ટ્રીય એકતા અને અખંડતાને પ્રોત્સાહન આપી શકાય છે. સાથે જ મજબૂત અને એકજૂટ ભારતના મહત્વ પર પણ ભાર આપી શકાય.
ગૃહ મંત્રાલય આ પુરસ્કારો માટે 01 જૂન, 2023 થી 31 જુલાઈ, 2023 દરમિયાન જ ભલામણો સ્વીકારશે. જેની છેલ્લી તારીખ 31.07.2023 છે. ઉપરોક્ત પોર્ટલ માટે લોગિન આઈડી અને પાસવર્ડ નીચે દર્શાવેલ છે.
લોગિન
પાસવર્ડ
A225104546
Aum025#157
તેથી, તમામને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના વહીવટી તંત્ર દ્વારા આ વિભાગને સરદાર યુનિટી એવોર્ડ, 2023 માટે યોગ્ય વ્યક્તિઓ/સંસ્થાઓ/સંસ્થાઓના ઓનલાઈન નામાંકન આ મંત્રાલયને 15મી જુલાઈ 2023 સુધીમાં સબમિટ કરે.
