સાતમા અને અંતિમ તબક્કા માટે નેતાઓએ લગાવ્યું એડીચોટીનું જોર
Live TV
-
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષો પ્રચાર મેદાનમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક જૂને લોકસભા ચૂંટણીના છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન યોજાશે. સાતમાં તબક્કાના મતદાનને લઈ 30 મેએ પ્રચાર પડઘમ શાંત થશે. પરંતુ તે પહેલા દરેક પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે.
ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ ઓડીશામાં પ્રચાર કર્યો હતો. તેમણે પ્રથમ સભા ઓડીશાના મયુરભંજમાં કરી હતી. જેમાં તેમણે BJD પર કટાક્ષ કરતા કહ્યું હતું કે. "ઓડિશાએ પણ બીજેડીના 25 વર્ષના શાસન પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લીધો છે. ભાજપના ઓડિશાના મુખ્યમંત્રી 10 જૂને શપથ લેવા જઈ રહ્યા છે. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ ઓડીશાના બાલાસોરમાં જનસભા કરી હતી. જેમાં તેમણે સરકારના કાર્યો વિષે વાત કરતા કહ્યું હતું કે. 10 વર્ષ પહેલા લોકો માનતા હતા કે કૌભાંડોને રોકવું અશક્ય છે, છેલ્લા 10 વર્ષમાં અમે કૌભાંડમુક્ત સરકાર ચલાવી છે. અમે દેશને બોમ્બ વિસ્ફોટોથી મુક્ત કર્યો છે".
