Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટ : શ્રમિકો પાસેથી ન લેવાવું જોઈએ ભાડું, રાજ્યો અને રેલ્વે કરે ભોજનની વ્યવસ્થા 

Live TV

X
  • કોર્ટે શુક્રવાર (5 જૂન) સુધીમાં પરપ્રાંતિય મજૂરોને આપવામાં આવતી સહાય અંગે તેમની વિગતો રજૂ કરવા જણાવ્યું છે.

     

    કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોની દુર્દશા અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શ્રમિકો પાસેથી કોઈ બસ કે ટ્રેન ભાડુ લેવામાં આવશે નહીં. તેમને રાજ્ય દ્વારા ખોરાક પ્રદાન કરવો જોઈએ. રેલ્વે દ્વારા ટ્રેનોમાં ખોરાક અને પાણી આપવું જોઈએ.
    કોર્ટે એમ પણ કહ્યું હતું કે પગપાળા જઇ રહેલા પરપ્રાંતિય કામદારોને તાત્કાલિક આશ્રયસ્થાનો અને ખાદ્યપદાર્થોમાં લઈ જવામાં આવવા જોઈએ અને તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. કોર્ટે શુક્રવાર (5 જૂન) સુધીમાં પરપ્રાંતિય મજૂરોને આપવામાં આવતી સહાય અંગે તેમની વિગતો રજૂ કરવા જણાવ્યું છે. શુક્રવારે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ, કેન્દ્રએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 91 લાખ શ્રમિકોને તેમના સ્થળો પર પહોચાડવામાં આવ્યા છે. અદાલતમાં કેન્દ્રની તરફેણમાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે 80% શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. નોંધપાત્ર વાત એ છે કે,  ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે દેશના જુદા જુદા ભાગોમાં ફસાયેલા આ કામદારોની દયનીય સ્થિતિ અંગે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી છે. કોર્ટે તેમને જવાબ આપવા માટેનો હુકમ 28 મી મે એટલે કે આજે આપ્યો હતો. કોર્ટે આ કેસમાં સોલિસીટર જનરલની પણ સહાય માંગી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply