Skip to main content
Settings Settings for Dark

સૂર સમ્રાજ્ઞી, ભારત રત્ન લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન, 2 દિવસનો રાષ્ટ્રીય શોક

Live TV

X
  • સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરે આજે સવારે 8 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ડિયોઝ એન્ડ મ્યુઝિકના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) મયૂરેશ પઈએ જણાવ્યું હતું કે, "લતા દીદીને કોરોનાને કારણે 8 જાન્યુઆરી, 2022 શનિવારે મોડી રાતના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ઘરમાં કામ કરતા કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ  લતા દીદીનો ટેસ્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યાં હતાં. 

    ઉલ્લલેખનીય છે કે, લતા દીદીએ વિવિધ ભાષાઓમાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં ઉપરાંત 1 હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. જેમાં 1960 થી 2000 સુધીના ગાળામાં તેમણે વધારે ગીતો ગાયા હતા, તો વર્ષ 2000 પછી તેમણે ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ 'ડોન્નો વાય' માં એક ગીત ગાયું હતું. 

    ભારત સરકાર દ્વારા વર્ષ 2001માં તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. જયારે વર્ષ 1989માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમનું નિધન થતાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply