સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ: સ્વચ્છતાથી આરોગ્ય સુધીની ભારતની અજોડ યાત્રા
Live TV
-
સ્વચ્છ ભારત અભિયાન, વિશ્વની સૌથી મોટી અને સૌથી સફળ જાહેર આરોગ્ય પહેલોમાંની એક પહેલ છે, આ પહેલને 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2014ના રોજ લાલ કિલ્લા પરથી સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરી હતી. આ પછી, 2 ઓક્ટોબર, 2014 ના રોજ, સ્વચ્છ ભારત અભિયાનને રાષ્ટ્રીય ચળવળ તરીકે દેશભરમાં શરૂ કરવામાં આવ્યું.
સ્વચ્છ ભારત અભિયાન એ એક પરિવર્તનકારી પહેલ છે જેના કારણે ભારતમાં સ્વચ્છતાને લેઈને મોટી ક્રાંતિ જોવા મળી છે. લાખો શૌચાલયો પ્રદાન કરીને, બાળ મૃત્યુદરમાં ઘટાડો કરીને અને મહિલાઓની સુરક્ષામાં સુધારો કરીને, આ અભિયાને ભારતીયોના જીવન પર ઊંડી અસર કરી છે.
સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો
આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવા, દરેક ઘરમાં શૌચાલયની સુવિધા પૂરી પાડવા, ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન, પીવાના પાણીનો પૂરતો અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવા, જાહેર આરોગ્યમાં સુધારો કરવા, પાણીજન્ય રોગોનું જોખમ ઘટાડવાનો છે અને સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટેનો હતો.બાળ મૃત્યુદરમાં ઘટાડો, ઝાડાથી થતા મૃત્યુમાં ઘટાડો અને વાર્ષિક બચત પણ
વિશ્વની અગ્રણી મલ્ટિડિસિપ્લિનરી સાયન્સ જર્નલ, નેચરના અગ્રણી નિષ્ણાતો દ્વારા પ્રકાશિત કરાયેલ તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે આ અભિયાન વાર્ષિક 60,000-70,000 બાળકોના જીવન બચાવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે 2014ની સરખામણીમાં 2019માં ઝાડાને કારણે 3 લાખ ઓછા મૃત્યુ થયા છે, જે સીધો સ્વચ્છતા સાથે સંબંધિત છે. ખુલ્લામાં શૌચથી મુક્ત ગામડાઓમાં રહેતા પરિવારોએ આરોગ્ય ખર્ચમાં વાર્ષિક સરેરાશ 50 હજાર રૂપિયાની બચત કરી હતી.સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ: તબક્કો 1 (2014-2019)
સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G)નો પ્રથમ તબક્કો એ એક અભૂતપૂર્વ પહેલ હતી જેણે સ્વચ્છતા પ્રયાસોમાં રાષ્ટ્રવ્યાપી સહભાગિતા પર ભાર મૂક્યો હતો. સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ: તબક્કો 1 હેઠળ, 2014-15 અને 2019-20ની વચ્ચે સમગ્ર દેશમાં 10.14 કરોડથી વધુ વ્યક્તિગત ઘરગથ્થુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ: તબક્કો 2 (2019-2025)
પ્રથમ તબક્કાની સફળતાના આધારે, સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ: 2025 સુધીમાં ODF સ્થિતિ જાળવી રાખવા અને ઘન અને પ્રવાહી કચરાનું સંચાલન કરવા માટે બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. આ તબક્કા હેઠળ, દેશભરમાં અંદાજે 1.5 કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.સ્વચ્છ ભારત અભિયાનની આંતરરાષ્ટ્રીય પ્રશંસા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ અભિયાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે 'સ્વચ્છ ભારત' અભિયાન એ એક સારું ઉદાહરણ છે કે કેવી રીતે વિવિધ દેશો બધાને સ્વચ્છતા સેવાઓ પ્રદાન કરી શકે છે. તેવી જ રીતે, યુનિસેફે સ્વચ્છ ભારત અભિયાનની આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત યોજનાઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન મહાત્મા ગાંધીને સમર્પિત કર્યું હતું, દેશવાસીઓને સમર્પિત કર્યું હતું અને તેઓ તેમાં ગર્વ અનુભવે છે.સ્વચ્છ ભારત અભિયાન માટે વડાપ્રધાન મોદીને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા 24 સપ્ટેમ્બર 2019ના રોજ “ગ્લોબલ ગોલકીપર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.