"હમારી ગાથા : એશિયા એન્ડ મોર"ની થીમ પર 15માં એશિયા સમિટનો પ્રારંભ
Live TV
-
નવી દિલ્લી ખાતે "હમારી ગાથા - એશિયા એન્ડ મોર" ની થીમ પર 15માં એશિયા મીડિયા સમિટની શરૂઆત થઈ છે. આ સંમેલનમાં 40 દેશના 200થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.
દિલ્હી ખાતે યોજાયેલા મીડિયા સમિટમાં પ્રસાર માધ્યમ ક્ષેત્રને લગતી બાબતો અંગે ચર્ચા થશે. માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંમેલનને ખૂલ્લું મૂકતા માધ્યમોને T.R.P.ની દોડમાંથી બહાર આવી પ્રસારણની સામગ્રી એટલે કે, કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી. સાથે જ રેડિયો મહત્વનું માધ્યમ છે તેની વાત કરતા કહ્યું કે, રેડિયોના માધ્યમથી જ દેશની 87 ટકા જનતા પી.એમ. સાથે મન કી બાતના માધ્યમથી જોડાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના સંમેલનનું આયોજન ભારતમાં પ્રથમ વખત થયું છે.