હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
Live TV
-
હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
દેશમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. દિલ્હી, યુપી, રાજસ્થાન, તમિલનાડુ સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ પણ વરસાદ ચાલુ છે. પહાડી રાજ્ય ઉત્તરાખંડની વાત કરીએ તો અહીંના ઘણા વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે. અને ભારે ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ નોંધાયો છે. સાથે જ 24 ઓગષ્ટથી 26 ઓગષ્ટ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અને ત્રિપુરા, મિઝોરમ, આસામ અને મેઘાલયમાં 24 થી 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.