1 વાગ્યા સુધી હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ 48.63 ટકા મતદાન નોંધાયું
Live TV
-
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં 1 વાગ્યા સુધીમાં 40.09 ટકા મતદાન નોંધાયું. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ 48.63 ટકા અને સૌથી ઓછું ઓડિશામાં 37.64 ટકા મતદાન નોંધાયું.
ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ અનુસાર 1 વાગ્યા સુધી 40.09 ટકા મતદાન થયું હતું. જેમાં બિહારમાં 35.65 ટકા, ચંદીગઢમાં 40.14 ટકા, હિમાચલ પ્રદેશમાં 48.63 ટકા, ઝારખંડમાં 46.80 ટકા, પંજાબમાં 37.80 ટકા, ઓડિશામાં 37.64 ટકા, ઉત્તર પ્રદેશમાં 39.31 ટકા અને પશ્ચિમ બંગાળમાં 45.07 ટકા મતદાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા તબક્કામાં પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3 અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. એકવાર આ તબક્કો સાંજે 6 વાગ્યે પૂર્ણ થયા પછી, 543 બેઠકો માટે 19 એપ્રિલથી શરૂ થયેલી સાત તબક્કાની મતદાન પ્રક્રિયા સમાપ્ત થશે. 4 જૂને મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામ જાહેર થશે.
