106 પદ્મ પુરસ્કારોની જાહેરાત, મુલાયમસિંઘ યાદવ અને તબલાવાદક ઝાકિર હુશેનને પદ્મવિભૂષણ
Live TV
-
74માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પૈકીના પદ્મ પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી હતી. કુલ છ લોકેને પદ્મવિભૂષણથી નવાજવામાં આવશે. કુલ 106 પદ્મ પુર્સાકરોની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં 91ને પદ્મશ્રી, 6ને પદ્મ વિભૂષણ અને 9ને પદ્મ ભૂષણથી નવાજવામાં આવશે. મુલાયમ સિંહ યાદવને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા. પશ્ચિમ બંગાળના ડૉ.દિલીપ મહાલાનબિસને પણ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. મહાલાનબિસને ORSની શોધ બદલ સન્માનવામાં આવ્યા છે.
આ ઉપરાંત સુધા મૂર્તિ, કુમાર મંગલમ બિરલાને પણ પદ્મ વિભૂષણ એનાયત થશે. કલા ક્ષેત્રે પ્રદાન બદલ ઝાકિર હુસેન તેમ જ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ. કૃષ્ણાને પણ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. અભિનેત્રી રવિના ટંડનને પણ પદ્મશ્રી નવાજવામાં આવશે. આઠ ગુજરાતીઓને પણ પદ્મપુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આર્કિટેક્ચરર બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા છે. અરિસ ખંભાતાને વેપાર ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ મરણોપરાંત પદ્મશ્રી તો સામાજિક સેવા બદલ હીરાબાઇ લોબીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. કલા ક્ષેત્રે પ્રદાન બદલ હેમંત ચૌહાણ, ભાનુભાઇ ચિતારા , મહિપત કવિને અને પરેશ રાઠવાને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતના પ્રોફેસર મહેન્દ્રપાલને પણ વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન બદલ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને પદ્મ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપ્યા હતા.
