Skip to main content
Settings Settings for Dark

Digital India : હજની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવનારો પ્રથમ દેશ બન્યો ભારત

Live TV

X
  • કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રીએ વર્ષ 2020ની હજયાત્રા માટે સાઉદી અરબ સાથે દ્વીપક્ષિય સમજૂતી કરાર પર કર્યા હસ્તાક્ષર-ડિજિટલ વ્યવસ્થાને કારણે હજયાત્રીઓને સારી સુવિધાઓ મળશે સાથે પ્રક્રિયામાં આવશે પારદર્શિતા

    કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને હજ 2020 માટે સાઉદી અરબ સાથે દ્વિપક્ષીય સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો હતો. આગામી વર્ષથી હજની પ્રક્રિયા ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા પુરી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, ઓનલાઇન અરજી, ઇ-વિઝા, હજ પોર્ટલ, હજ મોબાઇલ એપ વિગેરે સુવિધા મક્કા મદીનામાં રોકાણ ભવન અને વાહન વ્યવહારની જાણકારી ભારતમાં જ અપાનાર ઇ-લગેજ ટેગની વ્યવસ્થાથી ભારતથી મક્કા મદીના જનાર હજ યાત્રીઓને જોડવામાં આવ્યા છે. અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય તરફથી ઇસ્યૂ કરેલ નિવેદન મુજબ મુખ્તાર અબ્બાસ નકવી એ ઝીડ્ડામા કહ્યું કે, એરલાઇન્સ દ્વારા હજ યાત્રીઓના સામાનની ડિજીટલ પ્રી-ટેગિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ભારતથી જનાર હજ યાત્રીઓને તમામ પ્રકારની જાણકારી મળી જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply