G20 સંગઠનની ત્રીજા દોરની ફાઈનાન્સ ટ્રેક બેઠક ભારતના અધ્યક્ષ પદે આવતીકાલથી યોજાશે
Live TV
-
જી-20 સંગઠનની ત્રીજા દોરની ફાઈનાન્સ ટ્રેક બેઠક ભારતના અધ્યક્ષ પદે આવતીકાલથી યોજાશે. આ અગાઉ પહેલી બેઠક 13થી 15 ડિસેમ્બર દરમિયાન બેંગલુરુમાં જ્યારે બીજી બેઠક મુંબઈમાં 16 અને 17મી ડિસેમ્બરે યોજાઈ હતી. આ બેઠકમાં જી20 દેશોના નાણાંમંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના વડાઓ ભાગ લઈને આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ, માળખાકીય વિકાસ અને ફાઈનાન્સિંગ તેમજ આંતરરાષ્ટ્રીય કરવેરા વ્યવસ્થા અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકોમાં અનાજા પૂરવઠાની શ્રેણીમાં વિક્ષેપ, ઉર્જા, ડિજિટલ પરિવર્તન તેમજ આબોહવામાં પરિવર્તન સામે સામુહિક લડત જેવા મહત્વના વિષયો ઉપર પણ ચર્ચા-વિચારણા થઈ હતી.
