PM કેયર્સ ફંડની રકમને NDRFમાં ટ્રાન્સફર કરવાની અરજી સુપ્રિમે ફગાવી
Live TV
-
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે નિર્ણયને આવકારતા કહ્યું - પીએમ ફંડમાંથી કોરોના સામે લડત માટે કુલ 3 હજાર એક સો કરોડની કરાઈ ફાળવણી
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે ,કે, પી.એમ. કેર્સ ફંડ ના નાણા ,N.D.R.F. માં ,ટ્રાન્સફર ,નહીં થાય.સુપ્રીમ કોર્ટે પીએમ કેર્સ ફંડ માં જમા થયેલું ભંડોળ કોરોના મહામારીને જોતાં N.D.R.F.માં ટ્રાન્સફર કરવાની માગણી સાથે થયેલી અરજીને ,આ સાથે ,ફગાવી દીધી હતી.
કેસની સુનાવણી વખતે, કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા જસ્ટિસ અશોક ભૂષણ ના નેતૃત્વ માં રચાયેલી બેન્ચ સમક્ષ જણાવ્યું હતું ,કે, પીએમ કેર્સ ફંડ ,સ્વૈચ્છિક છે ,જ્યારે N.D.R.F. નું બજેટ ફાળવણી આધારિત સંચાલન થાય છે. કોરોના મહામારીનો સામનો કરવા સ્વૈચ્છિક દાનની મદદથી પીએમ કેર્સ ફંડની રચના થયેલી છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને આવકારતાં પ્રતિક્રીયા આપતાં જણાવ્યું હતું કે પીએમ કેર્સ ફંડમાંથી કોરોના સામેની લડત માટે કુલ 3 હજાર એક સો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તે પૈકી 2000 કરોડ રૂપિયાની ફાળવણી માત્ર વેન્ટિલેટર માટે થયેલી છે. આ નાણાની મદદથી પચાસ હજાર વેન્ટિલેટર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
કોરોના દર્દીઓની તાકીદની જરૂરિયાતો પુરી કરવા આ નાણાનો ઉપયોગ થયો છે. 1000 કરોડની ફાળવણી માઇગ્રન્ટ શ્રમિકોના પુનર્વાસ માટે અને 100 કરોડ રૂપિયા વેક્સિન સંશોધનમાં મદદ માટે ફાળવવામાં આવ્યા છે.ફંડના નાણાનો ઉપયોગ પારદર્શક રીતે થઇ રહ્યો હોવાનું જણાવતાં કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના સામેની લડાઇમાં દેશની એકતાને નબળી કરવાનો પ્રયાસ કર્યો છે.