PM નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 108મી ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસનું કર્યુ ઉદધાટન
Live TV
-
ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું 108મું વાર્ષિક સત્ર આજથી પાંચ દિવસ માટે નાગપુરમાં શરૂ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે સાડા 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 108મી ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસનું ઉદધાટન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આગામી 25 વર્ષોમાં ભારત જે ઊચાઇ પર હશે તેમા ભારતની વૈજ્ઞાનીક શક્તિની ભૂમિકા મહત્વની રહેશે. તેમણે કહ્યું કે સાયન્સમાં પેશનની સાથે દેશની સેવાનો સંકલ્પ જોડાય છે. ત્યારે પરિણામો અભૂતપૂર્વ આવે છે. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો આ વર્ષનો મુખ્ય વિષય મહિલા સશક્તિકરણ સાથે સતત વિકાસ માટે વિજ્ઞાન અને પ્રોદ્યોગીકી છે. આ આયોજન દરમિયાન સતત વિકાસ, મહિલા, સશક્તિકરણ અને તેને પ્રાપ્ત કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભાગ લેનાર મહિલાઓને S.T.E.M વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિતની તાલીમ, સંશોધનની તકો અને આર્થિક સહભાગિતાની સમાન પહોંચ પ્રદાન કરવાના માર્ગો શોધવાના પ્રયાસો સાથે શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગના ટોચના વર્ગોમાં મહિલાઓની સંખ્યા વધારવાના માર્ગો પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરશે.
