PM મોદીએ રાજકોટની ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કરી રૂપિયા 2 લાખની સહાય જાહેર કરી
Live TV
-
મૃતકોના પરિવારજનોને 2 લાખની અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત
રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહાયની કરી જાહેરાત
મૃતકોના પરિવારજનોને 2 લાખની અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત
રાજકોટની દુઃખદ ઘટનાને લઇને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી છે. મૃતકોના પરિજનોને રૂ.2 લાખની સહાય જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ લાગતા કુલ 28 લોકોના મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનામાં કોઇએ પોતાનું બાળક ગુમાવ્યો, તો કોઇએ પોતાના માતા-પિતા. કાળજુ કંપાવનારી આ ઘટનાથી શોકની લાગણી ફરી વળી છે. રાજકોટની આ ઘટનાથી ભયંકર દુઃખની લાગણી અનુભવાઇ રહી છે. ત્યારે પીએમ મોદીએ પણ ઘટનાને લઇને શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પોસ્ટમાં લખ્યું હતું કે, રાજકોટની ઘટનાથી અત્યંત વ્યથિત છું, જેમણે આ દુર્ઘટનામાં પ્રિયજનો ગુમાવ્યા તેમની સાથે છું, અને આગમાં ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું.
