PM મોદીની અપીલઃ મતદાન કરીને લોકશાહીને જીવંત કરો
Live TV
-
લોકસભા ચૂંટણી 2024માં સાતમાં અને અંતિમ તબક્કાના મતદાનની પ્રક્રિયા આજે હાથ ધરાઈ છે. જેમાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી છે.
પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ લોકોને લોકસભા ચૂંટણીનાં સાતમા અને અંતિમ તબક્કાના મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે ખાસ કરીને યુવા અને મહિલા મતદારો રેકોર્ડ સંખ્યામાં મતદાન કરશે. વડાપ્રધાને લોકોને મતદાન કરીને લોકશાહીને વધુ ગતિશીલ બનાવવા વિનંતી કરી.
