RBI ટૂંક સમયમાં UPI નો ઉપયોગ કરીને કેશ ડિપોઝિટ મશીનો દ્વારા રોકડ જમા કરવાની મંજૂરી આપશે
Live TV
-
ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં UPI નો ઉપયોગ કરીને કેશ ડિપોઝિટ મશીન દ્વારા રોકડ જમા કરવાની મંજૂરી આપશે. અત્યાર સુધી UPI નો ઉપયોગ મુખ્યત્વે પૈસા ઉપાડવા અથવા મની ટ્રાન્સફર માટે થાય છે. ગવર્નર શક્તિકાંત દાસે આજે જણાવ્યું હતું કે, આ પગલાથી ગ્રાહકોની સુવિધામાં વધુ વધારો થશે અને બેંકોમાં કરન્સી હેન્ડલિંગ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે. RBI એ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) વોલેટ્સમાંથી UPI પેમેન્ટ કરવા માટે થર્ડ-પાર્ટી UPI એપ્સના ઉપયોગની પરવાનગી આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.
આનાથી ગ્રાહકોની સુવિધામાં વધારો થશે અને નાના-મૂલ્યના વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટને અપનાવવામાં પ્રોત્સાહન મળશે.
શક્તિકાન્ત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, સીબીડીસી-રિટેલ, નોન-બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો માટે સુલભ બનાવી રહી છે. આ મલ્ટિ-ચેનલ વ્યવહારોને હેન્ડલ કરવા માટે CBDC પ્લેટફોર્મની સ્થિતિસ્થાપકતાના પરીક્ષણને પણ સરળ બનાવશે. રિટેલ ડાયરેક્ટ પોર્ટલને એક્સેસ કરવા માટે આરબીઆઈ એક મોબાઈલ એપ પણ લોન્ચ કરશે.
આ રિટેલ રોકાણકારો માટે વધુ સુવિધાજનક રહેશે અને G-sec માર્કેટને વધુ ઊંડું બનાવશે. શક્તિકાન્ત દાસે જણાવ્યું હતું કે, સાર્વભૌમ ગ્રીન બોન્ડ્સમાં વ્યાપક બિન-નિવાસી સહભાગિતાને સરળ બનાવવાના હેતુથી, IFSCમાં આ બોન્ડ્સમાં રોકાણ અને વેપાર માટેની યોજના ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે.