Skip to main content
Settings Settings for Dark

News Focus at 8. 30PM I 11 05 2018

Live TV

X
Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રામાયણ સર્કિટ હેઠળ નેપાળના જનકપુરથી અયોધ્યા વચ્ચે બસ સેવાનો કરાવ્યો પ્રારંભ- નેપાળ વગર આપણાં ધામ અને રામ બેય અધૂરા એમ કહી, નેપાળ-ભારતના સંબંધના બંધને આસ્થા સાથે જોડતાં પ્રધાનમંત્રી.

2.વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કરી મ્યાનમારના સ્ટેટ કાઉન્સીલર આંગ સાન સૂ કી સાથે મુલાકાત -ભારત અને મ્યાનમારે દ્વિ-પક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે /સાત સમજૂતી કરારો પર કર્યા હસ્તાક્ષર.

3.પોખરણ પરિક્ષણની આજે 20મી વર્ષગાંઠ- 1998માં બાજપાઈ સરકારે રાજસ્થાનના પોખરણ ખાતેથી દુનિયાને બતાવી હતી ભારતની પરમાણુ તાકાત -રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિજ્ઞાનીઓને પાઠવી શુભકામનાઓ.

4.પાટણ જિલ્લાના રામણદા ગામે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી- કહ્યું, જળસંચય અભિયાનમાં લોકોએ , આપ્યો છે રૂપિયા 100 કરોડનો ફાળો.

5.જળસંચય અભિયાનની કામગીરીના નિરીક્ષણ અને જાતતપાસ માટે વડોદરા પહોંચ્યા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા- ગોરવા તળાવ અને પૌરાણિક સુરસાગર તળાવની લીધી મુલાકાત- તો અમદાવાદની ખારીકટ કેનાલનું સફાઇ અભિયાન શરૂ કરાવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા.

6.નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓપન સ્કૂલીંગ ગાંધીનગર દ્વારા યોજાયો "આકાંક્ષા - ચલો કરે કુછ ખાસ" કાર્યક્રમ- દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા મહામહિમ શ્રી ઓ.પી.કોહલી ખાસ રહ્યાં ઉપસ્થિત.

7. વાતાવરણની અસરને લીધે કેરીનો ઓછો પાક ઉતરશે એવી ભીતિ સામે રાજ્યમાં ઉતર્યો છે મબલખ ફાલ- નવસારી ખેતીવાડી બજારમાં રોજ દસ હજાર મણ કેરીની હરાજી- કેરીના રસિયા માણી શકશે કેરીનો સ્વાદ.

8.સર્વપ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથનો આજે 68મો સ્થાપના દિવસ-મંત્રી વાસણભાઇ આહીર મહાપૂજા અને મહાઆરતીમાં થયાં સહભાગી -ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહનું વિશાળ જનમેદની વચ્ચે ભવ્ય સ્વાગત- એમણે સપરિવાર કર્યો સોમનાથ મહાદેવનો જળાભિષેક

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply