અમદાવાદઃ ભાવનગરના ચિત્રકાર નિરૂપમા ટાંકના ચિત્રોના પ્રદર્શનનું આયોજન
Live TV
-
અમદાવાદ શહેરમાં ભાવનગરના ચિત્રકાર અને લલિતકલા અકાદમી દિલ્હીના એજ્યુકેટીવ મેમ્બર નિરૂપમા ટાંકના ચિત્રોના પ્રદર્શનનું આયોજન
અમદાવાદ શહેરમાં ભાવનગરના ચિત્રકાર અને લલિતકલા અકાદમી દિલ્હીના એજ્યુકેટીવ મેમ્બર નિરૂપમા ટાંકના ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. " સર્જન " નામે આયોજિત આ ચિત્ર પ્રદર્શન આગામી 11 ઓગસ્ટ સુધી લલિત કલા અકાદમી રવિશંકર રાવળ કલાભવન એલિસબ્રિજ ખાતે ખુલ્લુ રહેશે. આ ચિત્ર પ્રદર્શનમાં કલાકાર દ્વારા લોકશૈલી, પોટ્રેઈટ્સ અને લેન્ડસ્કેપના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ પહેલા કલાકારો દ્વારા ગુજરાત બહાર લલિત કલા ગુજરાત રાજ્યની સહાયથી પુના ઉદયપુર અને લખનઉમાં પણ આ જ પ્રકારના ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચિત્રકાર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય સંત શ્રી પ્રમુખસ્વામી મહારાજના વિવિધ મુદ્રામાં તૈયાર કરાયેલા પોઈટ્રેટ્સ ચિત્રો આબેહૂબ રજૂ કરવામાં આવ્યા છે. સાથે સાથે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા વિવિધ લેન્ડસ્કેપને પણ આ ચિત્રમાં મૂકવામાં આવ્યા છે, જેને અમદાવાદ શહેરના લોકો અને કલારસિકો નિહાળી શકશે.