Skip to main content
Settings Settings for Dark

ઇલેક્શનમાં વપરાતી શ્યાહી કેમ આંગળી પરથી દૂર થતી નથી

Live TV

X
  • ઈલેક્શનમાં વપરાતી શ્યાહીને ઈલેક્શન ઈન્ક અથવા અદમ્ય શ્યાહી તરીકે ઓળખવામાં આવે છે.

    શું તમે ક્યારેય વિચાર્યું છે કે મતદાન કર્યા બાદ આંગળી પર લગાવવામાં આવતી શ્યાહી કેમ અઠવાડિયા સુધી દૂર થતી નથી? તમે સાબુ કે અન્ય કોઈપણ પદાર્થ દ્વારા પણ તેને આંગળી પરથી દૂર કરી શકાતી નથી. તો ચાલો આજે આપણે જાણીએ કે મતદાનમાં વપરાતી શ્યાહી કેવી રીતે બનાવવામાં આવે છે અને તેને કેમ દૂર કરી શકાતી નથી.

    ઈલેક્શન આવતા જ અનેક લોકો તેની તૈયારીઓમાં લાગી જતા હોય છે. વિવિધ રાજકીય પાર્ટી તેના ચૂંટણી પ્રચારમાં તો ચૂંટણી પંચ ઈલેક્શનને લઈ અન્ય તૈયારીઓમાં લાગી જાય છે. અને એમાં પણ ઈલેક્શનમાં વપરાતી શ્યાહી એક મહત્વની ભૂમિકામાં હોય છે. આ શ્યાહી ખાસ તો ડુપ્લિકેટ મતદાન થતું અટકાવવા માટે લગાવવામાં આવે છે. અને આ શ્યાહી ભારતની એક માત્ર કંપની તૈયાર કરે છે. 

    ઈલેકશન શ્યાહીની ઓળખ

    ઈલેક્શનમાં વપરાતી શ્યાહીને ઈલેક્શન ઈન્ક અથવા અદમ્ય શ્યાહી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં એક જ કંપની આ ખાસ પ્રકારની શ્યાહી બનાવે છે. દ. ભારતમાં આવેલી mysore paints and varnish limited કંપની ઈલેક્શન શ્યાહી બનાવે છે. 

    ઈલેક્શન ઈન્ક કોને મળી શકે?

    mysore paints and varnish limited કંપની ઈલેક્શન ઈન્ક માત્ર સરકાર અને ચૂંટણી સંબંધિત એજન્સીને જ પૂરી પાડે છે. આ શ્યાહીનું બજારમાં વેચાણ થતું નથી. 

    શ્યાહી કેમ ભૂસાતી નથી?

    હવે તમને એ પ્રશ્ન થતો હશે કે આ ઈલેક્શન ઈન્ક કેમ લગાવ્યા બાદ જલ્દી ભૂસાતી નથી. તો તમને જણાવી દઈએ કે આ શ્યાહીની ફોર્મુલા સંપૂર્ણ પણે ગુપ્ત રાખવામાં આવે છે. ઇન્કમાં સિલ્વર નાઇટ્રેડનો ઉપયોગ કરવામાં છે, જેને કારણે તે સરળતાથી દૂર થતી નથી. આ કેમિકલ હવાના સંપર્કમાં આવતાની સાથે જ 40 સેકેન્ડમાં સુકાઈ જાય છે. અને તેને ઓછામાં ઓછા 72 કલાક સુધી દૂર પણ કરી શકાતી નથી. અને ક્યારેક આ શ્યાહી અઠવાડિયા કે પખવાડિયા સુધી જતી નથી. જો તમે કોઈપણ રીત અપનાવીને તેને દૂર કરવામાં સફળ થઈ જાવ છો તો પણ અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં તેને સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

    શ્યાહીની અંદાજિત કિંમત

    ઈલેક્શન ઈન્કની એક બોટલમાંથી અંદાજીત 700 આંગળી પર શ્યાહી લગાવી શકાય છે. અને આ 1 લીટર શ્યાહીની કિંમત અંદાજીત 12700 હશે. 2024ની ચૂંટણી માટે ચૂંટણી પંચે 26 લાખથી વધુ શ્યાહીની બોટલ બનાવવાની જવાબદારી MPVL કંપનીને સોંપી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply