Skip to main content
Settings Settings for Dark

ગીતા જયંતિ દિવસ પર શિક્ષણ વિભાગે ગીતાના નવા પુસ્તકનું વિમોચન કર્યું

Live TV

X
  • ગીતા જયંતિ આજે એટલે કે 22 ડિસેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. ગીતા જયંતીના દિવસે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે.  હવે ધોરણ 6થી 12માં ભણતાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવાશે. આજે ગાંધીનગરમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં નવા પુસ્તકનું વિમોચન કરાયું છે. આ પુસ્તકને રાજ્યના શિક્ષણ વિભાગે તૈયાર કર્યું છે. આ પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેના ગુજરાતી ભાષાંતરનો સમાવેશ કરાયો છે. આ પુસ્તકનો વર્ષ 2024ના નવા સત્રથી અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે. આ પુસ્તકમાં ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર સાથે તૈયાર કરાયું છે. 

    એવું માનવામાં આવે છે કે જે દિવસે શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું તે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી હતી, તેથી જ આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાની પણ માન્યતા છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મ સમજાવતો ઉપદેશ આપ્યો હતો. મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ઉપદેશને ગીતા કહેવામાં આવે છે. ગીતાના ઉપદેશોમાં જીવન જીવવાનું, ધર્મ અને કર્મનું પાલન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.

    ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ દર વર્ષે ઉજવવામાં આવે છે. ગીતાને શ્રીમદભગવદ્ગીતા અને ગીતોપનિષદ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ હિંદુ ધર્મમાં ગીતા જયંતિનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા વિશ્વમાં એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. કારણ કે ગીતાનો જન્મ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી થયો હતો. ગીતામાં ઉલ્લેખિત દરેક શ્લોક ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી આવ્યો છે, તેથી ગીતા જયંતિ ઉજવવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2025 Max Temp : °C Min Temp : °C
apply