Skip to main content
Settings Settings for Dark

ઘરના ધાબા પર લગાવેલી સોલાર પેનલનું કેવી રીતે રાખશો ધ્યાન?

Live TV

X
  • પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્યાવરણ જાળવણી માટે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો અને એમાંય ખાસ કરીને સૂર્યઊર્જાનો ઉપયોગ ઘરે ઘરે જાણીતો બન્યો છે. જો તમારા ઘરે સોલર પેનલ લગાવેલી છે તો આ સોલર પેનલની સાફ-સફાઈ,મેન્ટેનન્સ અને જાળવણી માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.. 

    સોલર પેનલ અને સોલર મોડ્યુલની સફાઈ કેવી રીતે કરશો ?

    સોલર પેનલ અને મોડ્યુલ પર જામેલા ધૂળના સ્તરને દૂર કરવા માટે પેનલ્સને સમયાંતરે પાણીથી ધોવી.

    જો મોડ્યુલમાં ગંદકી વધુ હોય અથવા કાદવ અને પક્ષીના ડ્રોપિંગ્સ હોય કે જેને દૂર કરવું મુશ્કેલ હોય તો ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

    તમે સોલર પેનલ્સને સાફ કરવા માટે બગીચાની પાઇપ/નળીનો ઉપયોગ કરી શકો છો.

    જો સૌર પેનલ્સને વધુ સફાઈની જરૂર હોય અને બગીચાની નળી એટલી મદદરૂપ ન હોય તો તમે તેને સાફ કરવા માટે સ્પન્જનો ઉપયોગ કરી શકો છો.

    પેનલ્સ ગરમ હોય ત્યારે ક્યારેય ઠંડા પાણીનો છંટકાવ કરવો જોઈએ નહીં.

    પેનલની સપાટીને સામાન્ય રીતે સ્પોન્જથી જ સાફ કરવી જોઈએ. પેનલની સપાટીને સ્ક્રેચ ના પડે તે માટે ધાતુના બ્રશથી સફાઈ ટાળવી જોઈએ.

    પેનલની સફાઈ માટે ક્યારેય ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

    જો તમારી પાસે સોલર પેનલ્સને સાફ કરવા માટે સમય ન હોય, તો તમે સ્વયંચાલિત ક્લીનર્સ લગાવી શકો છો. 

    સોલર પેનલ્સની જાળવણી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.. 

    સૌર પેનલને છાંયડાથી દૂર રાખો. કારણ કે, જ્યારે પેનલનો અમુક ભાગ છાંયડામાં હોય ત્યારે સૂર્યપ્રકાશનું યોગ્ય અવશોષણ થઈ શકતું નથી, જેથી ઊર્જા ઉત્પાદન બિનકાર્યક્ષમ બની જાય છે.

    સૌર પેનલના ઇન્વર્ટરમાં લીલી બત્તી ચાલુ છે કે કેમ તે ચેક કરવું જોઈએ. લીલી બત્તી બંધ હોય કે યોગ્ય રીતે ન ચાલુ હોય તો તે મોડ્યુલમાં ખામી સૂચવે છે.

    સૌર પેનલના ઊર્જા ઉત્પાદનનું યોગ્ય મોનિટરિંગ કરવું જોઈએ. સામાન્ય દિવસોમાં કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે અને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે તે ચકાસવું જોઈએ. જેથી કરીને સોલાર પેનલ અને મોડ્યુલના પરફોર્મન્સ અને તેની કામગીરી યોગ્ય છે કે કેમ તેની જાણકારી મેળવી શકાય.

    તમારા સોલર પેનલ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવેલી પેનલ સર્વિસિંગ વિશેની તમામ માહિતી રાખો અને સમયાંતરે આ પ્રમાણે સર્વિસ કરાવો.

    સોલર પેનલના ડેમેજ કે ખામીની તપાસ કેવી રીતે કરશો?

    તિરાડો, ચિપ્સ, ડી-લેમિનેશન, ધુમ્મસવાળું ગ્લેઝિંગ, પાણીનું ગળતર અને વિકૃતિકરણ જેવી સંભવિત ખામીઓની જાણકારી મેળવવા માટે સમયાંતરે મોડ્યુલોનું  જાતે નિરીક્ષણ કરવું જોઈએ.

    જો કોઈ પેનલમાં કે ભાગમાં સ્પષ્ટ ખામી જોવા મળે તો તે પેનલ કે ભાગનું સ્થાન નોંધીને તેના ઊર્જા ઉત્પાદનનું નિરીક્ષણ કરવું.

    જો નુકસાનને કારણે સોલર મોડ્યુલ તેના નક્કી કરેલા આઉટપુટ કરતાં ઓછું પ્રદર્શન કરે તો તેને બદલાવવું જોઈએ.

    ઇન્વર્ટર/ચાર્જ કંટ્રોલરની સંભાળ લેવી રીતે રાખશો ?

    ઇન્વર્ટર/ચાર્જ કંટ્રોલર પર ઓછામાં ઓછી ધૂળ જમા થાય એ રીતે રાખવા જોઈએ

    સમયાંતરે સૂકા કાપડનો ઉપયોગ કરીને સંચિત ગંદકી/ધૂળને સાફ કરવી.

    સૂર્ય હોય તેવા સમયે ચાર્જ કંટ્રોલર દ્વારા સિસ્ટમ ચાર્જ થઈ રહી છે કે કેમ તે ચેક કરવું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-04-2025 Max Temp : °C Min Temp : °C
apply