તાપીઃ સફેદ કલરનું બુલબુલ જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં જાગી ઉત્સુકતા
Live TV
-
તાપીઃ સફેદ કલરનું બુલબુલ જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં જાગી ઉત્સુકતા
તાપી જિલ્લામાં નવા પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારનું વાતાવરણ અન્ય વિસ્તારોમાંથી આવતા જીવોને અનુકુળ હોય તેવું પ્રતીત થાય છે. તાપી જિલ્લામાં સફેદ કલરનું બુલબુલ જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં તેમજ જીવદયા પ્રેમીઓમાં ઉત્સુકતા જાગી છે.
વ્યારા માં રહેતા પક્ષીપ્રેમી કશ્યપ જરીવાલા અને ડૉ.નેહા જરીવાલા વ્યારાને પક્ષીઓની ફોટોગ્રાફી દરમિયાન આ બુલબુલ જોવા મળ્યું હતું. પક્ષી નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે જવલ્લેજ જોવા મળતું આલ્બિનો એટલે કે કુદરતી રંગની ઉણપ ધરાવતું આ બુલ બુલ છે .
જવલ્લેજ જોવા મળતા આલ્બિનો કે લ્યુસિસ્ટીક એટલે કે કુદરતી રંગની ઉણપ ધરાવતા પક્ષીઓ વિશે થોડું જાણીએ તો આવા પક્ષીઓ લગભગ 30,000 એ 1 જોવા મળે છે, એવો પક્ષીવિદોનો અંદાજ છે. પક્ષીઓમાં કેટલાંક જનીની અને અંત:સ્ત્રાવોના અસામાન્ય ફેરફારના કારણે મેલેનીનની ઉણપથી આવા પક્ષીઓ થતાં હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ છે.