Skip to main content
Settings Settings for Dark

ધોરડો ખાતે BSF દ્વારા સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • કચ્છના ધોરડો ગામમાં 03 બટાલિયન, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં અનંત સિંહ,DIG સેકટર ભુજ ની વિશેષ ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો હતો.સરહદી ગામોના નાગરિકોના હૃદયમાં દેશ સુરક્ષાની ભાવના જગાવવી અને સરહદી ગામ ના લોકો ને મદદ ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને સીમા સુરક્ષા દળ દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરહદી ગામોના કેટલાક સરપંચો અહીં હાજર રહ્યા હતા અને 120 જેટલા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને હાજર રહ્યા હતા. સિવિક એક્શન કાર્યક્રમ માં શાળા માં છાત્રો માટે કમ્પ્યુટર ,પ્રિન્ટર , RO વોટર મશીન, ટેબલ ખુરસી, અલ્મારી, સ્ટેશનરી, સ્કૂલ બેગ, ફેન અને વોટર કૂલર વગેરે જેવી ઉપયોગી વસ્તુઓનું શાળાના બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન અનંત સિંઘ, DIG ભુજ સેકટર BSF એ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારના વિકાસ માટે સીમા સુરક્ષા દળ દ્વારા પ્રયાસ રૂપે આ સિવિક એક્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ દેશના વિકાસનો પાયો બનાવે છે અને તેમની અને ગ્રામજનો ની મદદ માટે BSF સદૈવ તત્પર છે, દર વર્ષે દેશ ના સરહદી વિસ્તારમાં સીમા સુરક્ષા દળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ થકી ભારત-પાકિસ્તાન સરહદ વિસ્તારમાં આવતા ગામડાઓ ના વિકાસ માટે BSF બનતી મદદ માટે હંમેશા પ્રયત્નશીલ રહશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply