ધોરાજી-ભાદર 2 ડેમમાંથી રવિ પાક માટે સિંચાઇનું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર
Live TV
-
ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમમાંથી રવી પાક ને પિયત માટે સિંચાઇનું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ધોરાજીના ખેડૂતોની રજૂઆતને પગલે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું. જેથી રાજ્ય સરકારે રવિપાક માટે પિયત મળી રહે તે ઉદ્દેશ્યથી ખેડૂતોના હિતમાં 6 પાણ આપવાનું આયોજન કર્યું છે.
આ નિર્ણયથી ધોરાજીમાં ઘઉં, ઘણા, જીરું, ડુંગળી, લસણ, ચણા જેવા પાકોને ફાયદો થશે. ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાનાં કુલ 68 જેટલા ગામ ના ખેડૂતોને લાભ મળશે.